| (૧) | ઉંમર અંગે નીચેના વિકલ્પોમાંથી કોઈપણ એક પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. |
| | (૧) | અરજદારનું જન્મ અંગેનું પ્રમાણપત્ર અથવા | | (૨) | અરજદારનું શાળા છોડયાનું પ્રમાણપત્ર કે જેમાં જન્મતારીખ દર્શાવેલી હોય અથવા | | (૩) | ઉંમરની એફિડેવિટ અથવા અધિકૃત મેડિકલ ઓફિસરનું પ્રમાણપત્ર કે અરજદાર ૧૯ વર્ષથી ઉપરની ઉંમરના તબીબી દૃષ્ટિએ જણાય છે. | |
| (૨) | અરજદાર ગરીબી રેખા નીચેના કુટુંબના મહિલા છે તે માટેનું પ્રમાણપત્ર નીચે મુજબ મેળવવાનું રહેશે. |
| | (૧) | ગ્રામ્ય વિસ્તાર માટેઃ- પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર | | (૨) | શહેરી વિસ્તાર માટેઃ- શહેરી વિસ્તારના સરકારી / નગરપાલિકા દવાખાના / કોર્પોરેશન દવાખાનાના મેડિકલ ઓફિસર | |
| (૩) | અરજદાર સગર્ભા મહિલા છે તે મુજબનું પ્રમાણપત્ર નીચે મુજબ મેળવી રજૂ કરવાનું રહેશે. |
| | (૧) | ગ્રામ્ય વિસ્તાર માટેઃ- જે તે પેટાકેન્દ્રના સ્ત્રી આરોગ્ય કાર્યકર અને મેડિકલ ઓફિસર પ્રાથમિક કેન્દ્ર પાસેથી મેળવવાનું રહેશે. | | (૨) | શહેરી વિસ્તાર માટેઃ- જે તે વિસ્તારના કુટુંબ કલ્યાણ કેન્દ્ર / પી.પી.યુનિટના તબીબી અધિકારી / નગરપાલિકાના દવાખાનાના મેડિકલ ઓફિસર / નગરપાલિક - મહાનગરપાલિકની હોસ્પિટલના મેડિકલ ઓફિસર / ગ્રાન્ટ ઇન એઇડ કે સંસ્થાના દવાખાનાના મેડિકલ ઓફિસર પાસેથી મેળવવાનું રહેશે. | |